મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વધુ એકવાર નકલી IPS અધિકારી ઝડપાયો, પોલીસે દબોચ્યો

Surat News : રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી પોલીસ બાદ હવે નકલી IPS અધિકારી ઝડપાયો છે. સુરતમાં આ પહેલા પણ નકલી IPS અધિક

સુરતમાં વધુ એકવાર નકલી IPS અધિકારી ઝડપાયો, પોલીસે દબોચ્યો

Surat News : રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી પોલીસ બાદ હવે નકલી IPS અધિકારી ઝડપાયો છે. સુરતમાં આ પહેલા પણ નકલી IPS અધિકારી ઝડપાયો હતો, આ બીજી ઘટના છે.

ઝડપાયેલા શખ્સનું નામ પ્રદીપ પટેલ છે, જેણે સમીર જમાદાર નામના વ્યક્તિને પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપી હતી અને હોટેલના ધંધામાં ભાગીદાર બનવા કહ્યું હતું.

પ્રદીપ પટેલે કામરેજના વલથાન નજીક આવેલ તોરણ હોટેલમાં ભાગીદારી કરવા સમીર જમાદારને કહ્યું હતું અને આ માટે  સમીર જમાદાર પાસેથી 23 લાખ રૂપિયા પડાવ્યાં હતા. પ્રદીપ પટેલે 23 લાખમાંથી 11 લાખ પરત ન કરતા સમીર જમાદારે પ્રદીપ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો છે. 

નકલી IPS બની ફરતા પ્રદીપ પટેલે  અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 

સુરતમાં નકલી પોલીસની ગેંગે રેડ કરી 1.73 લાખનો કર્યો તોડ, ત્રણની ધરપકડ

ગુજરાતમાં નકલી માલ-સામાન જ નહી કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી. બાદમાં ધાક ધમકી આપીને કારખાનેદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને 1.73 લાખ પડાવી લીધા હતાં. 

સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે. પાંચ જેટલાં ઇસમોએ પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. જુગારનો કેસ ન કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઇ ગયા હતા. જુગાર રમતા ઈસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે ત્રણ આરોપીને પકડી ધરપકડ કરી હતી. અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો