મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાંથી નકલી ઇન્કમટેક્ષ ઓફિસર ઝડપાયો, પોલીસ સ્ટેશન જવાનું કહીને શખ્સને રસ્તામાં ઉતારી મુક્યો

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો છે. નકલી PMO, નકલી CMO, નકલી IPS, નકલી ED અધિ

ગુજરાતમાંથી નકલી ઇન્કમટેક્ષ ઓફિસર ઝડપાયો, પોલીસ સ્ટેશન જવાનું કહીને શખ્સને રસ્તામાં ઉતારી મુક્યો

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો છે. નકલી PMO, નકલી CMO, નકલી IPS, નકલી ED અધિકારી અને નકલી ડેપ્યુટી કલેક્ટર બાદ હવે નકલી IT ઓફિસર ઝડપાયો છે. છોટા ઉદેપુરના તાંદલજામાં ખટાશના આયુર્વેદિક દવા વેચનારને ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને રેડ કરનાર આરોપી ઝડપાયો છે.

ગુજરાતમાંથી નકલી IT ઓફિસર ઝડપાયો

છોટા ઉદેપુરના તાંદલજામાં ખટાશના આયુર્વેદીક દવા વેચનારને ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને રેડ કરનાર એઝાઝ હાફિઝભાઇ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. 26 જાન્યુઆરી 2023માં  ખટાશના ફતેસિંઘ રાઠવાના ઘરે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને એઝાઝ શેખે રેડ કરી હતી. એઝાઝ શેખે પરવાનગી વગર તમે દવા આપો છો કહીને 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસ સ્ટેશન જવાનું કહીને શખ્સને રસ્તામાં ઉતારી નકલી ઇન્કમટેક્સ ઓફિસર ફરાર થઇ ગયો હતો.આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: તાપી જિલ્લાના ડોલવણમાં SOGએ પકડ્યો નકલી ડોક્ટર

ગુજરાતમાં નકલીની જાણે ભરમાર રહી છે. નકલી અધિકારી બનીને ગઠિયા પ્રજાને સરેઆમ લૂંટી રહ્યાં છે. કાયદાનો જાણે કોઈને ડર રહ્યો નથી. આ સંજોગો વચ્ચે સરકાર પણ તમાશો નિહાળી રહી છે. ગુજરાતમાં નકલી અધિકારી પકડાવવાના સિલસીલો જારી રહ્યો છે. આવા ઘણાં કિસ્સા બન્યાં છે પરિણામે આજે લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠ્યો છે

આ સમાચાર શેર કરો