અમદાવાદમાંથી અમુલના નામે વેચાતું નકલી ઘી ઝડપાયું, ટ્રેડર્સની દુકાન કરાઈ સીલ
ગુજરાતભરમાંથી ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ઠેર ઠેર નકલી ખાદ્યસામગ્રીનું ઉત્પાદન અને વેચાણ કર

ગુજરાતભરમાંથી ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ઠેર ઠેર નકલી ખાદ્યસામગ્રીનું ઉત્પાદન અને વેચાણ કરતા સ્થાનો પર રેડ પાડવામાં આવી રહી છે. હજુ થોડા સમય પહેલાં જ અમદાવાદ, રાજકોટ, મહેસાણા સહિત અનેક સ્થાનો પરથી નકલી ઘી તથા પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. એવામાં ફરીથી અમદાવાદમાંથી અમુલ બ્રાન્ડ સાથે ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહેસાણામાં દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેઈલ, ફૂડ વિભાગે રેડ પાડી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ શહેરમાં જશોદાનગરના કિરણ સ્ટોરમાં અમુલનું નકલી ઘી વેચાતું હતું. બાતમીના આધારે એએમસીના ફૂડ વિભાગે રેડ કરી હતી. જ્યાંથી માલુમ પડ્યું કે, હાટકેશ્વરમાં આવેલ હાર્દિક ટ્રેડર્સમાંથી નકલી ઘી સપ્લાય થયું હતું. સ્પેલિંગ મિસ્ટેકના કારણે આ નકલી ઘી ઝડપાયું હતું. હાર્દિક ટ્રેડર્સની દુકાન બંધ હોવાથી તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.




