સુરતમાં સામી દિવાળીએ મહાઠગોનું કારસ્તાન ઉજાગર, ઉધારમાં કાપડ ખરીદી આ રીતે બજારમાં વેચતા સસ્તામાં
સામી દિવાળીએ કાપડ ઉદ્યોગમાં તેજીનો મહાઠગો લાભ લેવા બજારમાં આવી ગયા છે. સુરતના વેપા

સામી દિવાળીએ કાપડ ઉદ્યોગમાં તેજીનો મહાઠગો લાભ લેવા બજારમાં આવી ગયા છે. સુરતના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટાપાયે કાપડ઼નો માલ ખરીદ્યા બાદ બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી દેવામાં આવતું હતું. બાદમાં વીવર્સોને તેમના માલનું પેમેન્ટ નહી આપી રાતોરાત દુકાનને તાળા મારી ઉઠમણું કરાતું હતું. સારોલીની શ્રી કુબેરજી વર્લ્ડ ટેક્ષટાઈલ માર્કેટના ચાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે.
વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરતા
ચારેય ઠગો પોતે પ્રષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપી શરુઆતમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. અને તેનું પેમેન્ટ સમયસર ચુકવી આપી વિશ્વાસમાં લીધો હતો.હનુમાનરામ મારફતે વિનોદએ ગત તા 27 જુલાઈ થી 2 સપ્ટેમ્બર સુધીમાં 9,05,058 નો અને મહાવીર મહેતાએ ત ઓગસ્ટના રોજ 6,33,024નો મળી કુલ રૂપિયા 15,38,082નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓ માલનું પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ પેમેન્ટ આપવા માટે હાથ ખંખેરી લીધા હતા.ધર્મેન્દભાઈને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવી હતી. જેના આધારે ચારેયને ઝડપી લેવામાં આવ્યાં છે.
આરોપીઓના નામ
વિનોદકુમાર બાબુલાલજી જૈન
મહાવીર સંતલાલ મહેતા
હનુમાનરામ ગંગારામજી ચૌધરી
જયેશ નથુરામ જૈન








