મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નેશનલ ઈવેન્ટ ટુ ડિઝાઈન કાર્યક્રમમાં દેશભરના એક્સપોર્ટર આવ્યા એકમંચ પર

એક્સપોર્ટરને વધારવા અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય એ માટેના માર્ગદર્શન સાથે જ એક્સપો

સુરતમાં નેશનલ ઈવેન્ટ ટુ ડિઝાઈન કાર્યક્રમમાં દેશભરના એક્સપોર્ટર આવ્યા એકમંચ પર

એક્સપોર્ટરને વધારવા અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય એ માટેના માર્ગદર્શન સાથે જ એક્સપોર્ટર્સને એક મંચ પર લાવતી બીઇંગ એક્સપોર્ટર સંસ્થા દ્વારા 29મી ડિસેમ્બરના રોજ નેશનલ "ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ ડીસ્કશન સાથે જ એક્સપોર્ટર  વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

અલગ અળગ રાજ્યમાંથી આવ્યા એક્સપોર્ટર

બીઇંગ એક્સપોર્ટર ના સ્થાપક "ભગીરથ ગોસ્વામી"એ જણાવ્યા મુજબ 29મી ડિસેમ્બરના રોજ સુરત ખાતે બીઇંગ એક્સપોર્ટર દ્વારા નેશનલ "ઇવેન્ટ ટુ ડિઝાઇન ઇયર 2025"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં દેશના અલગ અલગ રાજ્યો અને શહેરમાંથી લોકો આવ્યા હતા. જેમાં 140 થી વધુ એક્સપોર્ટર્સઓ એ ભાગ લીધો હતો. 

વિસ્તૃત ચર્ચા થઈ

આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એક્સપોટર્સને એક મંચ પર ભેગા કરી  પોતાના આઈડિયા, રોડમેપ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરી શકાય તે વિશે ચર્ચા કરવાનો હતો. ત્યારે સૌ સભ્યોએ યથાર્થ ચર્ચા કરી હતી. સાથે આગમી વર્ષ 2025માં કઈ બાબતોને અમલમાં લાવી શકાય અને શું એક્સપોર્ટ કરી શકાય કે જેના થી વેપારના વિકાસ સાથે જ વધુ નફો મેળવી શકાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો