Bhavnagar news: સરટી હોસ્પિટલના વોશિંગ મશીનમાં બ્લાસ્ટ થતાં દોડધામ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
ભાવનગરની સરટી હોસ્પિટલના લોન્ડ્રી એરિયામાં કપડાં ધોવાના મશીનમાં અચાનક ધડાકો થતા એક વ્યક્તિને ઈજા

ભાવનગરની સરટી હોસ્પિટલના લોન્ડ્રી એરિયામાં કપડાં ધોવાના મશીનમાં અચાનક ધડાકો થતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આવેલ લોન્ડ્રી મશીનમાં કપડાં ધોવા માટે નાખ્યા હતા. તે સમયે અચાનક જ કોઈ કારણોસર બ્લાસ્ટ થતા કામ કરી રહેલા જયકિશન ઉર્ફે જેકી હરેશભાઈ ગોહેલ નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેને લઇ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો, બનાવના પગલે હોસ્પિટલના અધિકારીઓ દોડી આવ્યા હતા.




