મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્તરે ક્ષમતા ચકાસવા યોજાશે પરીક્ષા, ટોપરને અપાશે સ્કોલરશીપ

સુરત સહિત દેશભરના ધોરણ 7થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે એન

ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્તરે ક્ષમતા ચકાસવા યોજાશે પરીક્ષા, ટોપરને અપાશે સ્કોલરશીપ

સુરત સહિત દેશભરના ધોરણ 7થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે એન્થે સ્કોલરશીપ પરીક્ષા યોજાશે. 19થી 27ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બે પ્રકારે યોજાશે. આ પરીક્ષામાં દેશભરમાંથી 10 લાખથી વધુ સ્ટુડન્ટ ભાગ લેવાના છે. ત્યારે આ પરીક્ષામાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટની સાથે સાથે અભ્યાસ માટે સ્કોલરશીપ સહિતના પ્રાઈઝ આપવામાં આવશે. 

આકાશના હિમાંશુ પુરોહિતે કહ્યુ કે, આ પરીક્ષા બાદ પાંચ વિદ્યાર્થીઓ કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા, યુએસએની 5-દિવસના તમામ ખર્ચની ચૂકવણીની સફર જીતશે.ગત વર્ષે 11.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ વર્ષે પણ તેનાથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. 

વિદ્યાર્થીઓને 1 કલાકની પરીક્ષા આપવાની રહેશે. જે ધોરણમાં તેઓ અભ્યાસ કરે છે. તે ધોરણના અભ્યાસક્રમ સુધીની જ પરીક્ષા આપવાની રહેશે. ઓનલાઈન અને ઓફલાઈન એમ બે મોડમાં પરીક્ષા આપી શકે છે. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને એનાલિસિસ પણ આપવામાં આવશે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં પરીક્ષા યોજાશે. આ પરીક્ષાથી વિદ્યાર્થી પોતાની જાતને ચકાશી શકશે.

આ સમાચાર શેર કરો