મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીમાં 15મી ઓગસ્ટે રોપેલા 12 રોપાની પણ તંત્ર ન કરી શક્યું માવજત, ભર ચોમાસે મહિનામાં જ સૂકાઈ ગયા તમામ

એક પેડ મા કે નામ થીમ અંતર્ગત નસવાડી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટના કા

નસવાડીમાં 15મી ઓગસ્ટે રોપેલા 12 રોપાની પણ તંત્ર ન કરી શક્યું માવજત, ભર ચોમાસે મહિનામાં જ સૂકાઈ ગયા તમામ

એક પેડ મા કે નામ થીમ અંતર્ગત નસવાડી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે ફક્ત 12 જેટલા વૃક્ષની રોપણની કરવામાં આવી હતી. જો કે, આ રોપાઓને જીવંત રાખવાની પણ કાળજી તંત્ર દ્વારા ન લેવામાં આવતાં તમામ મરૂજાઈ જવાની સાથે સૂકાઈ ગયા છે. 

વૃક્ષારોપણ બાદની બેદરકારી

છોટાઉદેપુર સાસંદ જસુભાઈ રાઠવા થી લઈ ધારાસભ્ય અભેસિંહ તડવી માજી સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના હસ્તે નસવાડીની જીનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેને એક માસ જ વીત્યો છે. જયારે આ સમય દરમિયાન ભારે વરસાદ પણ પડ્યો હતો. પરંતુ વૃક્ષો રોપીને ગયા બાદ તંત્રના અધિકારીઓ કે વનવિભાગ ગ્રામ પંચાયત તેમજ તાલુકા મથકના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના નેતાઓ આ વૃક્ષોની જાળવણીની પાછળ ધ્યાન ન આપ્યું તેનું પરિણામ સામે આવ્યું છે.

કોઈ જ કામગીરી નહી

જિલ્લા કલેક્ટરે જિલ્લા કક્ષાના ધ્વજ વંદનના કાર્યક્રમમાં નસવાડી ગ્રામપંચાયતને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે ફાળવી ત્યારે આ વૃક્ષોની જાળવણી માટે ફક્ત 25 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હોત તો આ 12 જેટલા વૃક્ષો ઉગી જાત. સરકારે અને અધિકારીઓએ વૃક્ષ ઉગાડવાનો અભિગમ સાર્થક થયો હોત. પરંતુ, અધિકારીઓ તાલુકા મથકના એક સામાન્ય વૃક્ષ ઉગાડવાની કામગીરી પણ સારી રીતે કરતા નથી. ત્યારે અનેક સવાલો અહીંયા ઉભા થાય છે કે, પ્રજાની હિતની વાત અને પ્રજાના કામો કેવા થતા હશે.

આ સમાચાર શેર કરો