નિષ્ફળ 'ઉડાન': આંતરરાજ્ય એરલાઈન્સનો ફ્લોપ શો, 8 વર્ષે પણ ગુજરાતની 17થી વધુ ફ્લાઈટ શરૂ ન થઈ
રાજ્યમાં પ્રવાસનને વેગ મળે તેના માટે વર્ષ 2016માં આંતરરાજ્ય ફ્લાઈટ સેવા ઉડાનનો પ

રાજ્યમાં પ્રવાસનને વેગ મળે તેના માટે વર્ષ 2016માં આંતરરાજ્ય ફ્લાઈટ સેવા ઉડાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે આઠ વર્ષ બાદ પણ ગુજરાતમાંથી અનેક રૂટ એવા છે જેની જાહેરાત થઈ હોવા છત્તાં શરૂ થયા નથી, જ્યારે કેટલાક રૂટ શરૂ થઈ ગયા બાદ પૂરતા મુસાફરો નહીં મળતા બંધ કરવા પડ્યા છે.
ઉડે દેશ કા આમ નાગરિકનો ફ્લોપ શો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉડે દેસ કા આમ નાગરિક ( ઉડાન) હેઠળ ગુજરાતમાંથી 56 ફ્લાઈટની જાહેરાત શરૂ કરવામાં આવી હતી, અને આ પૈકી 39 જ શરૂ થઈ શકી હતી.17 ફ્લાઈટે હજુ ઉડાન ભરી નહીં હોવાની વિગતો સામે આવી છે. આ રૂટમાં મુખ્યત્વે અમદાવાદ-દીવ, દીવ-અમદાવાદ, બીગ ચાર્ટરની દમણ-અમદાવાદ, અમદાવાદ-દમણ, સુરત-સ્ટેચ્યુઓફ યુનિટી, સુરત-મુન્દ્રા, દીવ-દમણ, મુન્દ્રા-મુંબઈ, ન્યૂ ગોવા-મુન્દ્રા, અમદાવાદ-જલગાંવ, જલગાંવ- અમદાવાદ, દીવ-દિલ્હી, દિલ્હી-દીવનો સમાવેશ થાય છે.
જે ફ્લાઈટો શરૂ થઈ હતી તેમાં પુરતા મુસાફરો નહીં મળતા તે પણ બંધ
જે ફ્લાઈટો શરૂ થઈ હતી તેમાં પુરતા મુસાફરો નહીં મળતા તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.નોન ઓપરેશ્નલ ફ્લાઈટ એવી પણ છે જેને ઉડાન 5.3 હેઠળ બીડમાં નહીં મૂકવામાં આવે, આ રૂટમાં અમદાવાદ-ભાવનગર, ભાવનગર-અમદાવાદ, અમદાવાદ-જામનગર, જામનગર-અમદાવાદ, મુંબઈ-પોરબંદર, અમદાવાદ-કંડલા, અમદાવાદ-હુબલી, હુબલી-અમદાવાદ મુખ્યત્વે સામેલ છે. નિષ્ણાંતો ના માતે ઉડાન યોજનાનો ઉદ્દેશ સારો હતો પણ તેના યોગ્ય અમલીકરણના અભાવે તેને નિષ્ફળતા મળી છે.
અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવા શરૂ કરવા માટે રૂપિયા 13 કરોડ ખર્ચ્યા
અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવા શરૂ કરવા માટે રૂપિયા 13 કરોડ ખર્ચ્યા હોવાની સરકારે કબૂલાત કરી હતી. 31 ઓક્ટોમ્બર 2020ના રોજ સી પ્લેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને 10 એપ્રિલ 2021માં તે બંધ કરી દેવામાં આવ્યું હતું.






