મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરાકાંડના 23 વર્ષ પછી પણ મૃતકના પરિવારને નથી મળી સહાય, હાઇકોર્ટ પહોંચ્યો સમગ્ર મામલો

વર્ષ 2022માં ગોધરાકાંડ સર્જાયો હતો, ત્યાર પછી સમગ્ર રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ગોધરા જંકશન પર 27 ફેબ્રુઆરી 2002

ગોધરાકાંડના 23 વર્ષ પછી પણ મૃતકના પરિવારને નથી મળી સહાય, હાઇકોર્ટ પહોંચ્યો સમગ્ર મામલો

વર્ષ 2022માં ગોધરાકાંડ સર્જાયો હતો, ત્યાર પછી સમગ્ર રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ગોધરા જંકશન પર 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને આગ લગાડી દીધી હતી. જેમાં 58 યાત્રીઓના મોત નિપજ્યા હતા.

23 વર્ષ બાદ પણ પીડિત પરિવારને યોગ્ય ન્યાય ન મળતાં ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર

સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટનામાં ઘટનાના 23 વર્ષ બાદ પણ પીડિત પરિવારને યોગ્ય ન્યાય ના મળતા  હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે મૃતકના પરિવારને એક લાખ રૂપિયા મેળવવા 23 વર્ષથી સતત સંઘર્ષ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો, વિદ્યાર્થિનીઓ સામે શિક્ષક પેન્ટ ઉતારી વીડિયો બતાવતો અને પછી...

બે અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો નિર્દેશ

સરકારની ખાતરી બાદ કોર્ટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે, નોંધનીય છે કે આ મામલે બે અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો