Ahmedabad news: ફૂલગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઉંચક્યું, સોલા સિવિલમાં OPD નાં 14 હજારથી વધુ કેસ
અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે. માત્ર એક

અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે. માત્ર એક જ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં OPD ના 14 હજારથી વધુ કેસ નોંધાતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું છે. ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે ૧૦૦૦ થી વધુ કેસનો ધરખમ વધારો થયો છે.
૧૧૫૨ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ઝડપી ફેલાવો ચિંતાજનક બન્યો છે. માત્ર એક જ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૪,૩૧૦ કેસ નોંધાયા છે અને ૧૧૫૨ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે ૧૦૦૦ થી વધુ કેસનો ધરખમ વધારો થયો છે. સોલા સિવિલના અહેવાલ મુજબ ડેન્ગ્યુના 11, મલેરિયાના 14, ચિકનગુનિયા-11, ડાયેરિયા-18 અને વાયરલ હિપેટાઇટિસના 3 કેસ નોંધાયા છે. આ સાથે નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પાણી ઉકાળીને પીવાની સલાહ અપાઈ છે.




