મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શાળામાંથી શિક્ષકની વિદાય થતાં સર્જાયા ભાવુક દૃશ્યો, બાળકો ચોધાર આંસુએ રડ્યા

સુરેન્દ્રનગરના ઝેઝરી ગામે શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હ

VIDEO: શાળામાંથી શિક્ષકની વિદાય થતાં સર્જાયા ભાવુક દૃશ્યો, બાળકો ચોધાર આંસુએ રડ્યા

સુરેન્દ્રનગરના ઝેઝરી ગામે શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. સરકારી શાળાના શિક્ષક શાહબુદ્દીન મલિકની બદલી થતા વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. શિક્ષકની બદલીને લઈ શાળામાં શોકનો માહોલ સર્જાયો હતો. શિક્ષકની કામગીરી અને શિક્ષકના સરળ સ્વભાવથી વિદ્યાર્થીઓ પ્રભાવિત બન્યા હતા. શિક્ષકની બદલી થતાં વિદાય લેતા સમયે વર્ગમાં બાળકોની આંખમાં ચોધાર આંસૂ જોવા મળ્યા હતા.  

સરકારી શાળાના શિક્ષક શાહબુદ્દીન મલિકની બદલી થતાં તેઓ જઈ રહ્યા હતા ત્યારે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેના પ્રેમના ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. પોતાના પ્રિય શિક્ષકની બદલી વિદ્યાર્થીઓને ગમી નહોતી. વર્ગખંડમાં શિક્ષક આવતાં વિદ્યાર્થીઓ તેમને ભેટીને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા હતા.

આ સમાચાર શેર કરો