Junagadhમાં વીજપોલ મકાન પર ધરાશાયી, ઘોડિયામાં સુતા બાળકનો ચમત્કારિક બચાવ
Junagadh News: જુનાગઢમાં વીજ કંપનીની એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં વીજપોલ એક મકાન પર ધરાશયી થવાન

Junagadh News: જુનાગઢમાં વીજ કંપનીની એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં વીજપોલ એક મકાન પર ધરાશયી થવાની ઘટના સામે આવી રહી છે. જુનાગઢ માંગરોળ તાલુકાના શીલ ગામે પીજીવીસીએલનો વીજપોલ એક મકાન ઉપર પડ્યો હતો અને મકાનમાં એક નાનું બાળક આરામ કરી રહ્યું હતું. જો કે, બાળક પર પતરાં પડતા સદનસીબે જાનહાનિ ટળી છે.
મળતી માહિતી પ્રમાણે, ઝુંપડામાં બાળક ઘોડીયામાં સુતું હતું તે જ સમયે અચાનક વીજપોલ ધરાશયી થયો અને મકાન ઉપર પડ્યો હતો. વિજપોલ બાબતે અવારનવાર બદલવાની રજુઆત કરી હતી પરંતુ આ રજુઆત તંત્રના બહેરા કાને સાંભળી નહીં અને આખરે આ અકસ્માત થયો હતો. પરંતુ બાળક ઉપર પતરાં પડ્યા હતા સદનશીબે કોઇ જાનહાનિ થઇ નથી. પરિવારજન તથા સ્થાનિકો દ્વારા પીજીવીસીએલની બેદરકારી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે.



