Junagadhના માંગરોળમાં નદી પરનો જાહેર કોઝ વે જોખમી હાલતમાં
Junagadh News: જુનાગઢ માંગરોળ કામનાથ નજીક આવેલ નોળી નદીનો કોઝવે નોધારો નદિના કોઝ વેની બંને બાજુઓ ખુલ્લી જો

Junagadh News: જુનાગઢ માંગરોળ કામનાથ નજીક આવેલ નોળી નદીનો કોઝવે નોધારો નદિના કોઝ વેની બંને બાજુઓ ખુલ્લી જોવા મળી છે. નોળી નદીના કોઝવે ઉપરથી રોજ હજારો વાહન નિકળે છે અને અહીંથી વિરપુર, સકરાણા, લંબોરા, ચોટીલીવીડી, સકરાણા, જુથળ અને માળીયાહાટીના સુધીનો જાહેર રસ્તો આવેલો છે. પરંતુ નદીના કોઝવે ઉપર કોઈ પ્રોટેક્શન નથી અને જો કોઇ વાહન કાબુ ગુમાવતા અકસ્માત સર્જાય તો સીધા જ નદીમાં પડે તેવી સ્થિતિ હાલ જોવા મળે છે.
જ્યારે નદીના કોઝવે ઉપર સુચનાઓ બોર્ડ છે પરંતુ તેમની કોઇ જાળવણી ન કરતા આ સુચના બોર્ડપણ નમીને પડે તેવી સ્થિતિમાં જોવા મળ્યું છે. આ કોઝવે ઉપર કોઇપણ પ્રકારની પ્રોટેક્શન લગાવાયું નથી અને અકસ્માત સર્જાયો નદીમાં કોઇ ખાબકશે તો તેનું જવાબદાર કોણ? જેવા અનેક સવાલો લોકમાનસમાં ઉભા થયા છે.




