મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યુવાઓને ભગવદ ગીતા તરફ વાળવા પ્રયાસ, વેસ્ટર્ન કીર્તન સાથે પીરસાશે જ્ઞાન  

સુરતમાં પ્રથમ વાર વેસ્ટર્ન કીર્તન સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૯,૧૦ અ

સુરતમાં યુવાઓને ભગવદ ગીતા તરફ વાળવા પ્રયાસ, વેસ્ટર્ન કીર્તન સાથે પીરસાશે જ્ઞાન  

સુરતમાં પ્રથમ વાર વેસ્ટર્ન કીર્તન સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૯,૧૦ અને ૧૧ એપ્રિલ ૨૦૨૫ ના વરાછા રોડ ખાતે આવેલા સરદાર પટેલ  સ્મૃતિ ભવનમાં સાંજે ૮:૦૦ થી ૧૧:૩૦ સુધીના સત્રમાં "સોશ્યિલ આર્મી  ટ્રસ્ટ - સુરત" દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા કોર્સનું આયોજન થયું છે. 

સંકીર્તનનો રસ અલગ રીતે રજૂ કરાશે

પારસભાઈ પાંધી દ્વારા ગીતા જ્ઞાનની અઘરી વાતોને સરળ ભાષામાં સમજાવવામાં આવશે.  આ કાર્યક્રમમાં ગોવિંદકાકા ધોળકિયા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રહેવાના છે.  ગીતા દ્વારા જીવનમાં થયેલા બદલાવની થોડી વાતો લોકો સમક્ષ મૂકાશે. આ કોર્સમાં આ વખતે ખૂબ નવીન ગણાતો ભાગ એ છે કે ઉર્વશી રાદડિયાના માધ્યમથી એવો પ્રયાસ થશે કે પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળતા યુવાનને એમની પદ્ધતિથી ભગવત નામ સંકીર્તનનો રસ આપવો અને ગ્રાફિકની થીમ પણ ખૂબ જોવા લાયક છે.

યુવાનો માટે અદભૂત પ્રયાસ

આ પૃથ્વી પરનું મહાન રહસ્ય એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા, દુનિયાનો તમામ નશો ઝાંખો પડી જાય એવા પ્રયાસ સાથે આ વખતે ગૂઢ તત્વજ્ઞાન સાથે સંગીતનો અદ્ધભૂત સંગમ યુવાનોની આત્મા ઉપર અદ્ધભૂત છાપ છૂટશે તેવા ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો