મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં બાળકી પર દુષ્કર્મ મામલે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનું નિવેદન 

રાજ્યના શિક્ષણ જગતમાં લાંછન લગાડનારી અમરેલી બાળકી પર દુષ્કર્મ ઘટના અંગે રાજ્યન

અમરેલીમાં બાળકી પર દુષ્કર્મ મામલે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનું નિવેદન 

રાજ્યના શિક્ષણ જગતમાં લાંછન લગાડનારી અમરેલી બાળકી પર દુષ્કર્મ ઘટના અંગે રાજ્યના શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે.તેમને જણાવ્યું કે, સમગ્ર ઘટના ખૂબ જ દુખદ છે. પીડિત પરિવાર સાથે અમારી સંવેદના છે. આવા નરાધામ માફીલાયક નથી. હોવાનું કહ્યું હતું.

શિક્ષણપ્રધાને આગળ જણાવ્યું કે, પોલીસ વિભાગને કડક કાર્યવાહી માટે સૂચના આપી દેવામાં આવી છે. કાયદા મુજબ જે કલમો લગાવવાની થાય તે દિશામાં સૂચના આપી છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે.આ કૃત્ય શિક્ષણ વિભાગ માટે શરમ જનક છે જેથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. 

શું હતી સમગ્ર ઘટના ?

અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી હતી. અમરેલીના કુકાવાડ રોડ પર આવેલી શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા 8 દિવસથી આ હેવાન શિક્ષક અવાર-નવાર વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ધોરણ 4ની 2 વિદ્યાર્થીઓને સાથે ગંદી હરકતો કરતાં રંગેહાથ આ નરાધમ શિક્ષક ઝડપાયો હતો.

આ સમાચાર શેર કરો