મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શિક્ષણનિધિ ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો, 99 વિદ્યાર્થીઓને અપાઈ 60 લાખની આર્થિક સહાય  

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેડીકલ, એન્જિનિયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસ

સુરતમાં શિક્ષણનિધિ ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો, 99 વિદ્યાર્થીઓને અપાઈ 60 લાખની આર્થિક સહાય  

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેડીકલ, એન્જિનિયરીંગ સહિતના ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજની લોન સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત 99 વિદ્યાર્થીઓને 60 લાખની આર્થિક સહાય કરવામાં આવી હતી. 

60 લાખની લોનના ચેક અપાયા

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી એમ એમ ખેની ભવનમાં પાટીદાર સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ આર્થિક સંકડામણને કારણે રૂંધાય નહીં તે હેતુ સહ ટ્રસ્ટ દ્વારા શિક્ષણનિધિ યોજના અંતર્ગત 69 જેટલા મેડિકલ તેમજ 30 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને સહાય આપી હતી. જેમાં અંદાજિત 60  લાખ રૂપિયાની વગર વ્યાજની લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. 

અત્યાર સુધીમાં 10 કરોડથી વધુની સહાય

આ કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા,  ઉપપ્રમુખ અને કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી સમાજના કાર્યને બીરદાવ્યુ હતું. શિક્ષણ નિધિના અધ્યક્ષ ધીરુભાઈ માલવીયા દ્વારા  જરૂરીયાતમંદ પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને આર્થીક મદદની વાત કરતાં કહ્યું કે, ગમે તેવું ઘનઘોર અંધારું હોય હવે અંજવાળું થવું જ જોઈએ અને મોસમ પણ ગમે તેવી હોય હવે બદલવી જ જોઈએ પંક્તિ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સફળતા માટે શુભેચ્છા આપી હતી.ઉલ્લેખનીય છે કે શિક્ષણનિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1400 જેટલા વિદ્યાર્થીઓને 10  કરોડથી વધુ રકમની આર્થિક સહાય અપાઈ છે.

આ સમાચાર શેર કરો