મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સેવન્થ ડે સ્કૂલ બબાલમાં શિક્ષણ  વિભાગે તપાસ કમિટી રચી, 10 દિવસમાં રિપોર્ટ સબમિટ કરાશે

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ મામલો ગરમાયેલો છે. ત્યારે હવે શિક્ષણ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ મામલો ગરમાયેલો છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ આ બાબતે સક્રિય થયું છે. DEO દ્વારા પાંચ સભ્યોની તપાસ કમિટી રચવામાં આવી છે. આ કમિટીમાં સંચાલક મંડળના સભ્ય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શિક્ષણવિદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તપાસ કમિટી આગામી 10  દિવસમાં રિપોર્ટ સબમિટ કરશે. આ રિપોર્ટમાં શાળામાં બનેલી ઘટનાની વિગતો, શાળાએ સબમિટ કરેલા દસ્તાવેજો, CCTV ફૂટેજ અને ડોનેશન સંબંધિત આક્ષેપોની તપાસ કરવામાં આવશે. જણાવી દઈએ કે સેવન્થ ડે સ્કૂલ દ્વારા અત્યાર સુધીમાં 18 પૈકી માત્ર 13 દસ્તાવેજ જમા કરાવ્યા છે. 

આ સમાચાર શેર કરો