ગુલ્લીબાજ 134 શિક્ષકોને કરાયા ઘરભેગા, રાજ્યના શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી
શાળામાં શરૂ ફરજે ગેરહાજર રહેનારા શિક્ષકો સામે રાજ્યના શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ અંગે સૂત્રો પાસેથ

શાળામાં શરૂ ફરજે ગેરહાજર રહેનારા શિક્ષકો સામે રાજ્યના શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગે 134 ગુલ્લીબાજ શિક્ષકોને બરતરફ કરીને ઘરેભેગા કરી દીધા છે.
રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર
ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે.
31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર
રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.








