VIDEO: Navsariમાં રસ્તા પર દોડતી ઈકો કારમાં લાગી આગ, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ
નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આજે એક ઘટના ચકચાર મચાવનાર રહી હતી, જ્યાં મણીનગર સોસાયટી પાસે પાર્ક કરેલી ઇ
નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આજે એક ઘટના ચકચાર મચાવનાર રહી હતી, જ્યાં મણીનગર સોસાયટી પાસે પાર્ક કરેલી ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં લાગેલી આગનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાના સમયે કારમાંથી ધુમાડો નીકળતો દેખાતા કારચાલકે જાગૃતતા દાખવતા તરત જ કારમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો. અગ્નિકાંડની જાણ મળતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી. જોકે ત્યાં સુધીમાં ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ ન નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.


