તાલાલામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિક લોકોમાં ફેલાયો ફફડાટ
ગીર સોમનાથના તાલાલાની ધરા આજે ધણધણી ઉઠી હતી. રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલ

ગીર સોમનાથના તાલાલાની ધરા આજે ધણધણી ઉઠી હતી. રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 km દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં શનિવાર બપોરે પોણા ત્રણ વાગ્યે તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ છે. ભૂકંપના આંચકાના પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.






