ગુજરાતમાં 3.8 તીવ્રતાનો ભૂકંપ, અલગ અલગ વિસ્તારમાં અનુભવાયા આંચકા
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.8 માપવામાં આવી છે. ગુજરાતના બનાસકાં

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.8 માપવામાં આવી છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપને લઈ અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે. 3.3 કિમીની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ભય ફેલાયો છે.




