કચ્છમાં ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઇ
કચ્છમાં રવિવાર સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપથી કોઇ નુકસાનના સમાચાર નથી. ભૂકંપીય અનુસંધાન સ

કચ્છમાં રવિવાર સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપથી કોઇ નુકસાનના સમાચાર નથી. ભૂકંપીય અનુસંધાન સંસ્થા (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે.
એક જ મહિનામાં 3ની તીવ્રતાનો ત્રીજો મોટો ભૂકંપ
ગાંધીનગર સ્થિત ISRએ કહ્યું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે આવ્યો હતો જેનું કેન્દ્ર ભચાઉથી 18 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વમાં સ્થિત હતો. આ મહિનામાં જ કચ્છમાં 3થી વધુની તીવ્રતાનો આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ISRના ડેટા અનુસાર, 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગત મહિને 18 નવેમ્બરે કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ISR અનુસાર, આ પહેલા 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો: પાંચ પ્રલય આવ્યા, હવે છઠ્ઠાનો વારો, આ રીતે થશે બધું જ ખતમ, વૈજ્ઞાનિકોએ કર્યા ચોંકાવનારા ખુલાસા
200 વર્ષમાં ગુજરાતમાં 9 મોટા ભૂકંપ આવ્યા
ગુજરાત ભૂકંપના હિસાબથી ઘણુ જોખમ ધરાવતો વિસ્તાર છે.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના ડેટા અનુસાર, છેલ્લા 200 વર્ષમાં ગુજરાતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે.GSDMA મુજબ, 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ભૂકંપ હતો. આ ભૂકંપમાં જિલ્લાના ઘણા શહેરો અને ગામડાઓ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.








