ભાવનગર-સોમનાથ હાઈવે પર ડમ્પરે કારને મારી ટક્કર, 11 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત
Bhavnagar News : ગુજરાતના ભાવનગર સોમનાથ ધોરીમાર્ગ પર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમા

Bhavnagar News : ગુજરાતના ભાવનગર સોમનાથ ધોરીમાર્ગ પર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં શુક્રવારે (31 જાન્યુઆરી) બપોરે ચાર વાગ્યાની આસપાસ બોરડા અને પસ્વી ગામ વચ્ચે CNG પમ્પ ખાતેથી ગેસ પુરાવી મહુવા જતી ઈકો કારને બમ્પરે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં ટૂર્નામેન્ટમાંથી પરત ફરી રહેલી 11 વિદ્યાર્થિનીઓ સવાર હતી, જે તમામ ઈજાગ્રસ્ત થઈ છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
તળાજા નજીક ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બુધવારે ચાર વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓથી ભરેલી ઈકો કાર પસ્પી ગામ વચ્ચે આવેલાં CNG પમ્પ ખાતે ગેસ પુરાવી મહુવા જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી એક ઈકો કારને ડમ્પરે અડફેટે લેતાં ગાડીમાં સવાર 11 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ પોતાના ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતાં.
ધોરણ 6-7માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિનીઓ
નોંધનીય છે કે, વિદ્યાર્થિનીઓ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઑફ એક્સીલેન્સમાં ધોરણ-6 અને ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓ ભાવનગર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી. ટૂર્નામેન્ટમાંથી પરત ફરતી વખતે તેઓ આ અકસ્માતનો ભોગ બની હતી. જોકે, સદ્ભાવે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.






