ભાવનગર: ટ્રક ચાલકે મહિલાને વાહન સાથે ફંગોળી, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત
રાજ્યમાં માર્ગ અકસ્માતની અને હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતની ઘટનામાં લોકો પોતાનો

રાજ્યમાં માર્ગ અકસ્માતની અને હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતની ઘટનામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આવી જ એક ઘટના ભાવનગરમાં સર્જાઈ હતી. ભાવનગર ખાતે ભારે વાહનના કારણે વધુ એક મહિલાનો ભોગ લેવાયો છે.
ટ્રક ચાલકે મહિલાને વાહન સાથે લીધી અડફેટે
પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડની પાસે સ્કૂટર પર જઈ રહેલ પ્રફુલાબેન ધર્મેશભાઈ મોજેદરાને ટ્રકે અટફેટે લીધા હતા. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા
મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પોલીસે સમગ્ર મામલે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.






