મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લીંબડી-રાજકોટ હાઇવે પર ડમ્પર ભડભડ સળગી ઉઠ્યું, ડ્રાઈવરનો આબાદ બચાવ

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે ઉપર ડમ્પરમાં આગ લાગતા દોડધામ મચી હતી. ભડભડ સળગી રહેલા

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે ઉપર ડમ્પરમાં આગ લાગતા દોડધામ મચી હતી. ભડભડ સળગી રહેલા ડમ્પર વચ્ચેથી વાહનો પુરપાટ પસાર થતા ભયનો માહોલ સર્જાયો હતો.   

પ્રાપ્ત માહિતી મુજબ લીંબડી-રાજકોટ હાઇવે ફુલગ્રામ નજીક ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ ડમ્પરમાં આગ અને બીજી તરફ વાહનોની અવરજવર થઇ રહી હતી, જો કે ડમ્પરમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ડ્રાયવરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક ડમ્પરમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. 

આ સમાચાર શેર કરો