સુરતમાં તંત્રની બેદરકારીથી ઉભરાઈ રહી છે ઠેર ઠેર ગટર, લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત
સુરતમાં એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા

સુરતમાં એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. બીજી તરફ તંત્રની બેદરકારીથી ગટરો ઉભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. ત્યારે સેન્ટ્રલ ઝોનમાં ગટરો ઉભરાતા સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
ગટર ઉભરાવાની સમસ્યા
સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગની બેદરકારીથી ઠેરઠેર ગટરો ઉભરાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. રૂસ્તમ પૂરા પોલીસ ચોકીના પાછળના વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં મનપા તંત્રનું પેટ નું પાણી હલતું ન હોવાની ફરિયાદ કરી છે.
કોઈ કાર્યવાહી નહી
ચોમાસાની ઋતુ ચાલી રહી છે. મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળે દેહશત છે. ગટરના પાણી પીવાના પાણીની લાઈનમા ભળી જવાનો ડર ફેલાયો છે. મહાનગરપાલિકામા વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગ નિંદ્રામાં પોઢી ગયું હોય તેમ અમારી સામે ધ્યાન ન અપાતુ હોવાનું સ્થાનિકોએ રોષભેર કહ્યુ હતુ.








