મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 1 કરોડના MD ડ્રગ્સની ડીલ થાય તે અગાઉ દરોડા, 1 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાતના દરિયામાંથી છેલ્લા થોડા દિવસોથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્

સુરતમાં 1 કરોડના MD ડ્રગ્સની ડીલ થાય તે અગાઉ દરોડા, 1 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાતના દરિયામાંથી છેલ્લા થોડા દિવસોથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ એક કરોડની કિંમતના ડ્રગ્સની ડીલ થાય તે અગાઉ દરોડા પડ્યાં હતાં. જેમાં એક મોપેડ અને બાઈક પર 1 કિલો ડ્રગ્સનો જથ્થો લઈને આવેલા આરોપીઓ ઝડપાય તે અગાઉ તેને ગંધ આવી ગઈ હોય તેમ નાસી ગયા હતાં. જો કે, મોપેડ અને બાઈક સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. 

ડીલ થાય તે અગાઉ આરોપી નાસી ગયા

લોકસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૪ માટેની સુચના અનુસાર, દેશમા ૧૬ માર્ચ ૨૦૨૪ થી આદર્શસંહીતા અમલમા છે. દેશની તમામ અમલ એજન્સીઓ નાર્કોટીક્સ ડ્રગ્સ પ્રતીબંધિત સામગ્રીને જપ્ત કરવા માટે સંપૂર્ણ એલર્ટ પર છે. બાતમી હકીકત મળેલ કે, લાલગેટ વિસ્તારમા રહેતા આરોપી મોહમદ કાસીફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ તથા શહેબાઝ ઇર્શાદહુસૈન ખાન વચ્ચે એક મોટી ડ્રગ્સની ડીલ થનાર છે. બાતમીના આધારે લાલગેટ લાલમીયા મસ્જિદની સામે મદ્રેસા ઇસ્લામીયાહ સુફીબાગ શાખાની આસપાસ જવાનો વોચમા હતા. તે દરમ્યાન ટીપ મળેલ બન્ને ઇસમો વચ્ચે ડ્રગ્સની ડીલ થતી તે દરમ્યાન પોલીસ તેને પકડે તે પહેલા જ બન્ને ઇસમો તેમની મોપેડ તથા ડ્રગ્સ ભરેલ બેગ ફેંકી નાસી ગયા હતાં.

પ્રેસનું કાર્ડ મળી આવ્યું

આરોપીઓની બેગ ચેક કરતા તેમાથી પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ વજન ૦૧ કિલો ગ્રામ કિંમત કરોડનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન નંગ-૦૩ તથા બે મોપેડ તથા એક પ્રેસ/મિડીયાનુ કાર્ડ મળી આવ્યું હતું. આરોપીઓ પ્રેસ કાર્ડનો ઉપયોગ શું કરતાં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો