મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માથે ટોપી અને પઠાણી પહેરી પોલીસે વેશ પલટો કર્યો, 1800 કિમી આરોપીનો પીછો કરી આ રીતે પાર પાડ્યું આખું ઓપરેશન

સુરતના લાલગેટથી 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવાના કેસમાં મુખ્ય આરોપીનો 1800 કિમી પીછો કરવામા

માથે ટોપી અને પઠાણી પહેરી પોલીસે વેશ પલટો કર્યો, 1800 કિમી આરોપીનો પીછો કરી આ રીતે પાર પાડ્યું આખું ઓપરેશન

સુરતના લાલગેટથી 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવાના કેસમાં મુખ્ય આરોપીનો 1800 કિમી પીછો કરવામાં આવ્યો હતો. SOGએ મુસ્લિમ વેશ ધારણ કરીને યુપીની દરગાહ પર બહાર વોચ ગોઠવી હતી. ત્યારબાદ ડ્રગ્સ માફીયા એવા મુખ્ય સૂત્રધાર મોહંમદ કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખને દબોચી લીધો છે. મુંબઇથી 1 કરોડનું ડ્રગ્સ કાસીફે મંગાવ્યું હતું. હજુ તેનો સાગરિત શહેબાઝ ઈર્શાદ હુસૈન ખાન હજુ ફરાર છે. કાસીફ મુંબઈના સાયણ અને નાલાસોપારાથી એમડી માણસો મારફતે મંગાવતો હતો. પોલીસથી બચવા કાસીફ મુંબઇથી યુપી ભાગી ગયો હતો.

રસુલાબાદ રોકાયો હતો

રસુલાબાદમાં રોકાયો પછી ઉન્નાવ બારાબાંકીમાં દેવા શરીફની દરગાહ ગયો હતો. આથી એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરી વોચમાં ગોઠવાઇ હતી. મોડીરાતે સૂતા 400 લોકોમાંથી શોધી કાઢ્યો હતો. કોઇ ન ઓળખે માટે કાસીફે વાળ, દાઢી અને મૂછ કઢાવી નાખી હતી. ગત 29મી એપ્રિલે લાલગેટના લાલમીયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે બે ડ્રગ્સ માફીયા એમડીનો મોટો જથ્થો લઈ આવતા હોવાની બાતમી એસઓજીને મળી હતી. બંને આરોપીને પકડવા જતા બાઇક અને મોપેડ મુકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગ્યા હતા. બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

6 લોકોની ધરપકડ કરાઈ

JCP ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સે કહ્યું કે,1 કરોડના ડ્રગ્સ બાબતે વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી મહમદ કાશીફને 1800 કિલોમીટર પીછો કરીને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવાયો છે. કાશીફ મુંબઈથી ડ્રગ્સ લાવતો હતો અને પેડલરો મારફતે શહેરમાં તેનું વેચાણ કરાવતો હતો. સુરત પોલીસે ઉત્તર પ્રદેશથી વેશ પલટો કરી તેની ધરપકડ કરી હતી. કાસિફની પૂછપરછમાં અન્ય પાંચના નામ ખુલતા પાંચની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ અને સુરત વચ્ચે ડ્રગ્સ મામલે જોડાયેલી ચેઇન તોડવાનો પ્રયાસ સુરત પોલીસ કરી રહી છે.  2 સુરતના જે ડ્રગ્સ સપ્લાય કરતા હતા, 2 ઈસમો મુંબઈના હતા જે મુંબઈથી ડ્રગ્સ પહોંચાડતા હતા અને 1 ઈસમ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ આ ઇસમ મુંબઈથી લાવતો હતો. મુંબઈના પણ કેટલાક લોકોને નામ પણ સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો