મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમા નશાનો કારોબાર ચલાવનાર ઝડપાયો, રાજસ્થાનથી 2.480 કિલો અફીણ છૂટકમા લાવ્યો હતો વેચવા

સુરતમાં નશાના કારોબાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે ડ્રગ્સ બાદ અફીણન

સુરતમા નશાનો કારોબાર ચલાવનાર ઝડપાયો, રાજસ્થાનથી 2.480 કિલો અફીણ છૂટકમા લાવ્યો હતો વેચવા

સુરતમાં નશાના કારોબાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે ડ્રગ્સ બાદ અફીણનો જથ્થો વેચનારને ઝડપી લેવામાં આવ્યો છે. ખટોદરા વિસ્તારમાંથી નશાનો કારોબાર ચલાવનારને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી 2.480 કિલો અફીણનો જથ્થો રાજસ્થાનથી વેચવા માટે લાવ્યો હતો. પોલીસે તેને છૂટક વેચાણ કરતા ઝડપી લીધો હતો.

ઘરમા જ અફીણ રાખતો

ખટોદરા વિસ્તારમાંથી નશાનો કારોબાર ચલાવનાર ઝડપાયો હતો. પોલીસે 2480.6 ગ્રામના રૂપિયા 12,40,300નો અફીણનો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રાજસ્થાની યુવક હનુમાનરામ છોટુરામ ચૌધરીની ધરપકડ કરી હતી. આરોપી રાજસ્થાનથી અફીણનો જથ્થો લાવી સુરતમાં છૂટક વેચતો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, સુરતમાં અફીણના ફિક્સ ગ્રાહકો છે તેને છૂટક છૂટક વેચતો હતો.

ધંધામા નુકસાન જતા અફીણ 

પોલીસને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ અફીણનો ધંધો કરે છે. તે અલથાણ રોડ પર ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે તેના ઘરે સર્ચ કરતા તેના ઘરેથી અઢી કિલો જેટલો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ અફીણને નાના નાના હિસ્સામાં વેચાણ માટે કોથળીઓ પણ મળી આવી હતી. તેનો વજન કરવા માટે ઇલેક્ટ્રોનિક કાંટો પણ મળી આવ્યો હતો. તેની પૂછપરછમાં કહ્યું કે, રાજસ્થાનથી અફીણ જાન્યુઆરીથી ખરીદીને છૂટક ભાવે વેચાણ કરતો હતો. ઘણા સમયથી સુરતમાં રહે છે પહેલા રીક્ષા ચલાવતો એમ્બ્રોઈડરીના મશીનમાં કામ કરતો તેમા નુકસાન જતા રાજસ્થાન પરત ગયો અને ત્યારબાદ અફીણનો ધંધો શરૂ કર્યો હતો.

આ સમાચાર શેર કરો