VIDEO: જૂનાગઢના બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતા વાહનચાલકો ગભરાયા
જૂનાગઢના બીલખા રોડ પર ફરી એકવાર સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ રોડ પર સિંહોનું નીકળવું હ
જૂનાગઢના બીલખા રોડ પર ફરી એકવાર સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ રોડ પર સિંહોનું નીકળવું હવે રોજિંદી ઘટના બની ગઈ છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
રોડ પર રાહદારીઓ વચ્ચે સિંહ
તાજેતરમાં, બીલખા રોડ પરથી પસાર થઈ રહેલા એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. આ સિંહ રોડ પર આવી ચડ્યો હતો અને રાહદારીઓના વાહનોની વચ્ચે થોડા સમય માટે થંભી ગયો હતો. સિંહને રસ્તો ક્રોસ કરવો હતો પરંતુ વાહનોની અવરજવરને કારણે તે અટકી ગયો. આ ઘટના બાદ તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સિંહને સુરક્ષિત રીતે જંગલ તરફ મોકલવામાં આવ્યો હતો.
ગંભીર અકસ્માતનો ભય
આ વિસ્તાર ગિરનાર જંગલના કિનારે આવેલો હોવાથી સિંહોનું રોડ પર આવવું સામાન્ય છે, પરંતુ વધતા ટ્રાફિક અને માનવ વસ્તીને કારણે ગંભીર અકસ્માતનો ભય વધી ગયો છે. સ્થાનિકોને ડર છે કે જો વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ સિંહ અકસ્માતનો ભોગ બનશે અથવા કોઈ રાહદારી પર હુમલો થવાની ઘટના બની શકે છે.




