મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GSTV IMPACT: તંત્રએ યાત્રિકોની સુવિધા માટે કર્યો ખાસ નિર્ણય, મુસાફરોને થશે ફાયદો

GSTVના અહેવાલની તંત્ર પર ગંભીર અસર પડી છે. અંબાજી ગબ્બરથી આરટીઓ સર્કલ સુધીના ભાડામાં ST

GSTV IMPACT: તંત્રએ યાત્રિકોની સુવિધા માટે કર્યો ખાસ નિર્ણય, મુસાફરોને થશે ફાયદો

GSTVના અહેવાલની તંત્ર પર ગંભીર અસર પડી છે. અંબાજી ગબ્બરથી આરટીઓ સર્કલ સુધીના ભાડામાં  ST તંત્રે ધરખમ  ઘટાડો કર્યો છે. યાત્રિકો માટે મૂકવામાં આવેલી બસના ભાડામાં ઘટાડો કરાયો છે.

મીની બસો મૂકવામાં આવી

યાત્રિકોની લાગણીને માંગણીને ધ્યાને રાખી ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા ભાડામાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો છે. યાત્રિકોને અંબાજી આરટીઓ સર્કલથી ગબ્બર સુધી લઈ જવા અને લાવવા માટે મીની બસો મૂકવામાં આવી છે.

પહેલા લેવામાં આવતા હતા 20 રૂપિયા

મેળાના પહેલા દિવસે બસોમાં યાત્રિકો પાસેથી 20 રૂપિયા લેવામાં આવતા હતા, જે ઘટાડીને 15 રૂપિયા કરવામાં આવ્યા હતા. યાત્રિકોની માંગણી અને લાગણીને ધ્યાને રાખી નિગમ દ્વારા ભાડું ઓછું કરવામાં આવ્યું છે. બસનું ભાડું ઘટાડવામાં આવતા યાત્રિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો