Gujaratમાં SIRની કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર, 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં
SIRની કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.34 કરોડ મતદારો

SIRની કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયેલા છે. આ પૈકી 84.30 લાખ જેટલા મતદારો માત્ર અમદાવાદ અને સુરત જિલ્લામાંથી છે.
આ ઉપરાંત કાયમી સ્થળાંતરિત થયા હોય તેવા સૌથી વધુ મતદારો મામલે પણ અમદાવાદ અને સુરત જિલ્લા મોખરે છે. અમદાવાદમાંથી 8.63 લાખ, સુરતમાંથી 8.60 લાખ મતદારોનું કાયમી સ્થળાંતર થયેલું છે. અમદાવાદમાંથી 2.53 લાખ, સુરતમાંથી 1.47 લાખ જ્યારે રાજકોટમાંથી 89 હજાર જેટલા મૃત્યુ પામેલા મતદારોનું નામ હોવાનું સામે આવ્યું છે.
કયા જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ પામેલા મતદારના નામ?
| જિલ્લો | મતદારની સંખ્યા |
| અમદાવાદ | 2,53,811 |
| સુરત | 1,47,133 |
| વડોદરા | 1,46,722 |
| રાજકોટ | 89,553 |
| ખેડા | 73,272 |
| આણંદ | 70,254 |
| ભરૂચ | 68,107 |
| ભાવનગર | 66,086 |
કયા જિલ્લામાં સૌથી વધુ મતદારોનું સ્થળાંતર
| જિલ્લો | મતદારોની સંખ્યા |
| અમદાવાદ | 8,63,020 |
| સુરત | 8,60,751 |
| વડોદરા | 2,25,586 |
| રાજકોટ | 1,69,135 |
| કચ્છ | 1,25,990 |
| ગાંધીનગર | 1,12,589 |
| બનાસકાંઠા | 1,11,744 |
| મહેસાણા | 1,06,058 |






