મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોલિયાની ધરપકડ, મિત્રની મદદ લેવા જતા પકડાયો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોલિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામા

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોલિયાની ધરપકડ, મિત્રની મદદ લેવા જતા પકડાયો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોલિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગોતાથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી સંજય પટોલિયાને ઝડપ્યો છે. આ કેસમાં અગાઉ ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. સંજય પટોલિયા અમદાવાદ બેરીયાટ્રીક્સ હોસ્પિટલનો સ્થાપક છે. 2021માં નવા ભાગીદારો સાથે મળીને ખ્યાતિ હોસ્પિટલની શરૂઆત કરી હતી.

સંજય પટોલિયાએ કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી, ચિરાગ રાજપુત સાથે મળીને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી. સંજય પટોલિયા ખ્યાતિ હોસ્પિટલમાં 39 ટકા હિસ્સો ધરાવે છે. 13 નવેમ્બરે ફરિયાદ નોંધાતા આરોપી રાજકોટ ખાતેની તેની હોસ્પિટલ પહોંચ્યો હતો.જે બાદ ફોન બંધ કરી ટ્રાવેલ્સમાં ઉદયપુર ગયો હતો. ઉદયપુરથી નાથદ્વારા,અજમેર,પાલી, જયપુર, દિલ્હી ભાગતો ફરતો હતો. જામીન રદ થતા મિત્રની મદદ લેવા માટે તે ફરી અમદાવાદ આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.

ગ્રામ્ય કોર્ટે આ અરજી ફગાવી દીધી 

ગ્રામ્ય કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે આરોપીઓ સામે ગંભીર ધારાઓનો કેસ છે, જેની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર પોન્ઝી સ્કીમ કૌભાંડ: છેતરપિંડી થઈ હોય તે અમારો સંપર્ક કરે, CID ક્રાઈમે જાહેર કર્યા નંબર

ડો.સંજય ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેક્ટર

જોકે ખ્યાતિકાંડના બે આરોપીઓ હજુ પણ  ફરાર છે. આ ફરાર આરોપીઓને દબોચવા માટે પોલીસ તપાસ યથાવત છે, તો બીજી તરફ ધરપકડ કરાયેલા ડો.સંજય ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેક્ટર છે.

આ સમાચાર શેર કરો