મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડો. નીતિન શાહની 50 વર્ષની ગૌરવશાળી સેવાકીય સફર

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા પાંચ દાયકાથી આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સામાજ

આ સમાચાર સાંભળો

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા પાંચ દાયકાથી આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં સતત સેવાકીય કામગીરી કરી રહ્યું છે. લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર આ સંસ્થાના મોભી નીતિન સુમન શાહે હવે તેની 50 વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરી છે. જોકે આગામી સમયમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ નવા સેવાકીય પ્રકલ્પો શરૂ કરવાની યોજનાઓ પર કામ કરવાની તેમની ખેવના જીવંત છે. ડોક્ટર નિતીન સાહેબએ કહ્યું કે, આગામી સમયમાં લદ્દાખ જેવી જગ્યાએ પ્રાથમિક શિક્ષણના કાર્યો કરવા હવે તેમની પ્રાથમિકતા રહેશે અને સાથોસાથ માનવસેવા અને સમાજકલ્યાણના ક્ષેત્રમાં સંસ્થાની કામગીરી યથાવત રીતે છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો