મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડો. ચતુર ચરમારીનું રાજીનામું

હળવદ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડો. ચતુર ચરમારીએ જિલ્લા ભ

તસવીર: gstv

હળવદ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડો. ચતુર ચરમારીએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોળી સમાજના સંગઠન માટે કામ કરવાની નેમ સાથે આ મોટો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. રાજીનામાની સાથે જ તેમણે સાંસદ ચંદુ શિહોરા સાથેની વાતચીતનો એક ઓડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સાંસદે પોતે જ તેમને મહામંત્રી બનાવ્યા અને હવે તેમને જ પાડી દેવાની વાત કરી હોવાનો ગંભીર આક્ષેપ છે. અંદરની વિગતો મુજબ, વેલનાથ જયંતિ નિમિત્તે નીકળનારી રેલીને સાંસદ દ્વારા મંજૂરી ન અપાવવામાં આવતા, નારાજ મહામંત્રીએ સમાજની ચિંતામાં આ રાજીનામું ધરી દીધું છે.

આ સમાચાર શેર કરો