VIDEO: પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ ડ્યુટીમાં ઘટાડો...
સોર્સ : GSTV
કેન્દ્ર સરકારે ઇંધણ અંગે મોટો નિર્ણય લેતા ૧ જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ની નિકાસ પરની ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ, પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર રૂપિયા ૧.૫, ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર રૂપિયા ૩ અને એટીએફના નિકાસ ટેક્સમાં પ્રતિ લિટર રૂપિયા ૭ નો ઘટાડો કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતા સરકારે એક્સપોર્ટ ડ્યુટીમાં રાહત આપી છે. જોકે, આ ઘટાડાની અસર ઘરેલું સ્તરે જોવા મળશે નહીં, કારણ કે સ્થાનિક ટેક્સમાં કોઈ ફેરફાર કરાયો નથી. પશ્ચિમ એશિયામાં તંગદિલી વચ્ચે ૨૭ માર્ચે શરૂ કરાયેલા આ સ્પેશિયલ ટેક્સમાં નિકાસકારોને હવે મોટી રાહત મળશે.

