Video: ‘યુદ્ધ હવે સરહદ પર જ નહીં, સોશિયલ મીડિયા પર ખેલાય છે’

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ તેનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે પ્રોક્સી વોર, નેરેટિવ મેનેજમેન્ટ, ડ્રોન હુમલા અને સાયબર એટેક જેવા પડકારો સતત વધી રહ્યા છે. દુશ્મન દેશો હવે સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને ભ્રામક અફવાઓ ફેલાવવાનો અને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં જવાનોની જવાબદારી અનેકગણી વધી જાય છે તેમ જણાવતા રાજનાથ સિંહે જવાનોને દરેક પરિસ્થિતિમાં સતર્ક રહેવાની સલાહ આપી હતી. જવાનોની પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ટેકનોલોજી ગમે તેટલી વિકસિત થાય, પરંતુ તે જવાનોના શિસ્ત અને સમર્પણનું સ્થાન લઈ શકતી નથી.
જાહેરાત








