Video: ઓડિશામાં ભૂસ્ખલનમાં સાતનાં મોત

ઓડિશાના ફૂલબાનીના ગિડાપાબલી વિસ્તારમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી દરમિયાન વધુ પાંચ મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે જ ભૂસ્ખલનની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને સાત થયો છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. બચાવ અને રાહત કામગીરી દરમિયાન કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જાહેરાત






