Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Famous Urdu poet Dr. Bashir Badre breathed his last at the age of 91.

'ખુદા કિસી કી મોહબ્બત પે મુસ્કુરાયા હૈ', મશહૂર ઉર્દૂ શાયર ડો.બશીર બદ્રે 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
'ખુદા કિસી કી મોહબ્બત પે મુસ્કુરાયા હૈ', મશહૂર ઉર્દૂ શાયર ડો.બશીર બદ્રે 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સોર્સ : GSTV

ઉર્દૂ શાયરીની દુનિયાના મશહૂર શાયર ડૉ. બશીર બદ્રનું આજે ગુરુવારે બપોરે ભોપાલમાં નિધન થયું છે. ગઝલની દુનિયાના મશહૂર શાયર અને પદ્મશ્રી સન્માનિત સાહિત્યકાર ડો. બશીર બદ્રે 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. લોકો સોશિયલ મીડિયામાં તેમના શેર ઉપલબ્ધ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

App Store

તેમણે 91 વર્ષની વયે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉ. બશીર બદ્ર લાંબા સમયથી 'ડિમેન્શિયા'ની ગંભીર બીમારી સામે ઝૂઝી રહ્યા હતા. આ બીમારીના કારણે તેમની યાદશક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હતી અને તેઓ લોકોને ઓળખી પણ શકતા નહોતા.

છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સતત નાદુરસ્ત રહી હતી.  અને આજે ગુરુવારે બપોરે આશરે 12 વાગ્યે તેમનું અવસાન થયું હતું. ડૉ. બશીર બદ્ર ઉર્દૂ શાયરીની દુનિયાનું એક ઘણું મોટું નામ હતા. તેમની ગઝલો અને શેરો સામાન્ય જનતાથી લઈને સાહિત્યપ્રેમીઓ સુધી ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. તેમની લખેલી કેટલીય પંક્તિઓ આજે પણ લોકોની જીભ ઉપર જીવંત છે.

બશીર બદ્રનો જન્મ 15 ફેબ્રુઆરી 1935ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. બાદમાં તેઓ મધ્ય પ્રદેશના ભોપાલમાં આવીને વસી ગયા હતા અને લાંબા સમય સુધી ત્યાં જ રહ્યા. તેમણે ઉર્દૂ સાહિત્યને ઘણી યાદગાર ગઝલો અને પુસ્તકો આપ્યા છે. તેમના આ અદ્ભુત યોગદાન બદલ તેમને દેશના કેટલાય મોટા પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.

તેમની શાયરીઓમાં પ્રેમ, એકલતા, સંબંધો અને જિંદગીના અહેસાસો અત્યંત સાદગી અને ઊંડાણપૂર્વક જોવા મળતા હતા. ડૉ. બશીર બદ્રના નિધનના સમાચાર સામે આવ્યા બાદ સાહિત્ય અને શાયરી જગતમાં ઊંડા શોકની લહેર વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના હજારો ચાહકો તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 
'મુઝે માલૂમ હૈ ઉસકા ઠિકાના ફિર કહાં હોગા
પરિંદા આસમાં છૂને મેં જબ નાકામ હો જાય,

ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો
ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાય...'

આજે પણ આ શાયરી પ્રેમીઓના દિલમાં ખાસ જગ્યા રાખે છે. 

સર સે પા તક વો ગુલાબોં કા શજર લગતા હૈ
બા-વજૂ હોકે ભી છૂતે હુએ ડર લગતા હૈ

મૈં તેરે સાથ સિતારોં સે ગુજર સકતા હૂં
કિતના આસાન મોહબ્બત કા સફર લગતા હૈ.

જિસ દિન સે ચલા હૂં મેરી મંઝિલ પે નઝર હૈ
આંખોં ને કભી મીલ કા પથ્થર નહીં દેખા

યે ફૂલ મુઝે કોઈ વિરાસત મેં મિલે હૈં
તુમને મેરા કાંટો ભરા બિસ્તર નહીં દેખા.

કહાં સે આઈ યે ખુશબૂ યે ઘર કી ખુશબૂ હૈ
ઇસ અજનબી કે અંધેરે મેં કૌન આયા હૈ

મહક રહી હૈ ઝમીં ચાંદની કે ફૂલોં સે
ખુદા કિસી કી મોહબ્બત પે મુસ્કુરાયા હૈ.