મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'રાજકીય લાભ ખાટવા માટે મારા વડીલનો દુરૂપયોગ ન કરશો', ભાવનગરના યુવરાજનો સ્પષ્ટ સંદેશ

અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે (20મી સપ્ટેમ્બર) ક્ષત્રિય સામજનું સંમેલન યોજાવાનું છે. પરંતુ તે પહેલા

'રાજકીય લાભ ખાટવા માટે મારા વડીલનો દુરૂપયોગ ન કરશો', ભાવનગરના યુવરાજનો સ્પષ્ટ સંદેશ

અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે (20મી સપ્ટેમ્બર) ક્ષત્રિય સામજનું સંમેલન યોજાવાનું છે. પરંતુ તે પહેલા જ ક્ષત્રિય સમાજને મોટો ઝટકો લાગ્યો છે. ભાવનગરના યુવરાજે આ સંમલેન, કાર્યક્રમ અને સમીતિ સાથે છેડો ફાડ્યો છે.

ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો 

ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી યુવરાજે સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે.

યુવરાજ જયવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કર્યા બાદ સમગ્ર મામલો ગરમાયો છે. 'હું કોઈ સમિતિ કે સમીતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી.' યુવરાજનું આ નિવેદન જ ઘણું બધુ સુચવી જાય છે તેવો મત પ્રવર્તી રહ્યો છે.

આ સમાચાર શેર કરો