સુરતની દાનવીર દીકરી, જન્મના પાંચ જ દિવસમાં માઈક્રોસર્જરીથી કરાયું લિવર-કિડની અને ચક્ષુઓનું દાન
કર્ણની ભૂમી ગણાતા સુરતને હવે અંગદાનના શહેર તરીકેની ઓળખ મળી રહી છે. ત્યારે અંગદાનમાં

કર્ણની ભૂમી ગણાતા સુરતને હવે અંગદાનના શહેર તરીકેની ઓળખ મળી રહી છે. ત્યારે અંગદાનમાં માત્ર વડીલો કે યુવાનો જ નહીં પરંતુ નવજાત બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. માત્ર 5 દિવસની બ્રેનડેડ બાળકીના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું છે. જેથી ચાર વ્યક્તિનાઆ સાથે જ સમગ્ર દેશનાં ત્રણ નિયોનેટલ ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી જ નોંધાયાં છે. વેલંજા રહેતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રેનડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો.
દાનથી માનવતા મહેકી
રાજકોટ ઉપલેટાના ઢાંક ગામના વતની અને વેલંજાની સુખશાંતિ સોસાયટીમાં રહેતા મયૂર ઠુમ્મરના પત્ની મનીષાબેને 23મીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીની તબિયત નાજૂક હોવાથી તેને ડાયમંડ હોસ્પિટલના NICUમાં દાખલ કરાઈ હતી. જ્યાં 27મીએ બ્રેનડેડ જાહેર કરાઈ હતી. હોસ્પિટલના ડો. હરેશ પાગડાએ જીવનદીપ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. સોટોએ બાળકીનું લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને, બંને કિડની અમદાવાદની આઈકેડીઆરસીને અને ચક્ષુઓ લોકદ્રષ્ટી ચક્ષુબેંકને ફાળવ્યા હતા. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 14 મહિના બાળકમાં જ્યારે કિડનીઓ અમદાવાદના 10 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી.
પડકારરૂપ સર્જરી
દેશમાં ગયા વર્ષથી 28 દિવસથી નાનાં બાળકોનું અંગદાન-ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં માત્ર સુરતમાંથી આ ત્રીજો કેસ છે. અંગો નાના હોવાથી માઈક્રો સર્જરી પડકારરૂપ બને છે. લોહીની નસો ખુબ જ બારીક હોવાથી જોડવામાં વધુ તકેદારી રાખવી પડે છે. ઘણા નવજાત બીમારીના કારણે બ્રેનડેડ થાય છે. જો ડોક્ટરો સમયસર અંગદાન કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરે અને પરિવારને સમજાવાય તો ઘણા નાના બાળકોનો જીવ બચાવી શકાય છે. આપણે ત્યાંથી 6 મહિના પહેલાં બાળકનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, જેની જાણ થયા બાદ સુરતના એક પરિવારે મુંબઈની હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.








