VIDEO: ભાવનગરના હાથબ ગામે છીછરા પાણીમાં ડોલ્ફિન ફસાઈ, રેસ્ક્યૂ કરી દરિયામાં છોડી
ભાવનગર જિલ્લાના હાથબ ગામ નજીક દરિયાના છીછરા પાણીમાં એક દુર્લભ ડોલ્ફિન ફસાઈ ગઈ હતી, જે ભૂલથી
ભાવનગર જિલ્લાના હાથબ ગામ નજીક દરિયાના છીછરા પાણીમાં એક દુર્લભ ડોલ્ફિન ફસાઈ ગઈ હતી, જે ભૂલથી કિનારે આવી ગઈ હોવાનું માનવામાં આવે છે. ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી દુર્લભ ડોલ્ફિનનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ડોલ્ફિનને સુરક્ષિત રીતે દરિયાના ઊંડા પાણીમાં છોડી દેવામાં આવી. ઉલ્લેખનિય છે કે આ ઘટના ભાવનગરના હાથબ બીચ પાસે બની, જ્યાં ડોલ્ફિન જેવી દુર્લભ પ્રજાતિનું જોવા મળવું ખૂબ જ અસામાન્ય છે.




