સુરતમાં શ્વાનનો આતંક યથાવત, મોડીરાત્રે શ્વાનો પાછળ પડતાં ગભરાઈને બાઈક પરથી પટકાયેલા યુવકનું મોત
સુરતમાં દિવસે ને દિવસે રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે શ્વાનના કારણે એક યુવકનું મોત થયાનું સામે આવ્યું છે. બાઈક પર જ

સુરતમાં દિવસે ને દિવસે રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે શ્વાનના કારણે એક યુવકનું મોત થયાનું સામે આવ્યું છે. બાઈક પર જઈ રહેલા યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. છ વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યાં છે. જ્યારે ગર્ભવતી પત્નીએ પતિને ગુમાવવાની નોબત આવતાં પરિવાર પર વજ્રાઘાત થયો હોય તેવું દુઃખ આવી પડ્યું છે.
પગ બચાવવા જતાં પટકાયા
પાલ ઉગત રોડ પર રાત્રિના સમયે બાઈક પર યુવક જતો હતો. તે સમયે શ્વાન પાછળ દોડ્યું હતું. જેથી બાઈક ચાલક ગભરાય ગયા હતા. પગ બચાવા જતા તેનું સંતુલન ના રહ્યું અને બાઈક પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે તંત્ર પાસે ન્યાયની માગ કરતાં કહ્યું કે શ્વાન માટે હવે કંઈક નક્કર પગલાં લેવા જોઈએ.
ઓફિસના કામે નીકળ્યા હતા
તુષાર પરમારે કહ્યું કે, મારો ભાઈ ઘનશ્યામ ઓફિસના કામ અર્થે રાત્રે જઈને પરત આવતા હતાં. પાલ-ઉગત નજીક તેઓ બાઈક પર આવી રહી હતાં. એ દરમિયાન શ્વાનો પાછળ પડ્યા હતાં. જેથી ડરથી તેમનું બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેથી બાઈક સ્લીપ થતાં મોત નીપજ્યું હતું. સ્કાયલેબ મશીનમાં ભાઈ કામ કરતાં હતાં. મારા ભાઈના મોતથી એક છ વર્ષનું સંતાન નોધારું બન્યું છે. જ્યારે ભાભી છ મહિનાથી પ્રેગનન્ટ છે. અમારી એક જ માગ છે કે, અહિં મોટી સંખ્યામાં શ્વાનો છે તેને પકડવા જોઈએ. અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ.





