હડતાળ પર ઉતરેલા તબીબોને ફરજ પર હાજર થવા આદેશ, શિક્ષાત્મક પગલાની ચેતવણી
એક તરફ રાજ્યભરના ઇન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. બીજી તરફ બીજે મેડિકલ ડ

એક તરફ રાજ્યભરના ઇન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. બીજી તરફ બીજે મેડિકલ ડીને આવતીકાલે એટલે કે, મંગળવારે સવારે 9:00 વાગે ફરજ પર હાજર થવા આદેશ ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. જો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાશે તેમ જણાવ્યું છે.
રાજ્ય સરકારે કરેલા સ્ટાઈપેન્ડ વધારાના ઠરાવ મુજબ 20 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરોએ ભારે વિરોધ કર્યા છે. વિરોધ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનની ફરિયાદ છે કે અગાઉ સરકાર સાથે-અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં 40 ટકા વધારા માટે ખાત્રી અપાઈ હતી. પરંતુ સ્ટાઈપેન્ડ સરકારે 20 ટકા જ વધારો કર્યો છે.
ગુજરાતની છ સરકારી મેડિકલ કોલેજો અને 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તમામ ઈન્ટર્ન ડોક્ટરો તથા પ્રથમથી માંડી ત્રીજા વર્ષના તમામ રેસિડેન્ટ ડોક્ટરો સહિત 7 હજારથી વઘુ જુનિયર ડોક્ટરો સોમવારથી હડતાળ પર ઉતર્યા છે. જેથી ફરી એકવાર દર્દીઓ ને હેરાન થવાનો વારો આવ્યો છે.






