મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોલકતાની પીડિતાના ન્યાય માટે ધરણા પર ઉતરેલા સુરતના તબીબોએ આંદોલન છાવણી પર ઉજવ્યું રક્ષાબંધન પર્વ

કલકત્તામાં ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશમાં તબીબો હડતાલ પર ઉતર

કોલકતાની પીડિતાના ન્યાય માટે ધરણા પર ઉતરેલા સુરતના તબીબોએ આંદોલન છાવણી પર ઉજવ્યું રક્ષાબંધન પર્વ

કલકત્તામાં ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશમાં તબીબો હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા ચારેક દિવસથી આ હડતાલ ચાલુ રહી છે. ત્યારે આજે સુરત મેડિકલ કોલેજમાં આંદોલન છાવણીમાં જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

નર્સિંગ સ્ટાફની બહેનોએ બાંધી રાખડી

હડતાલ પર ઉતરેલા તબીબોએ નર્સિંગ સ્ટાફની બહેનો પાસે રાખડી બંધાવી હતી. દેશભરમાં કામ કરતા તમામ તબીબો અને મહિલા તબીબોની સુરક્ષાને લઈને સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

પૂર્ણ ન્યાયની માગ

ઉપવાસ પર ઉતરેલા ડોક્ટર સન્મુખે કહ્યું કે, અમારી માંગ છે કે, દેશમાં આ પ્રકારના અત્યાચાર થાય છે. તેને તાત્કાલિક આકરામાં આકરી સજા કરવામાં આવે. પરિવારની ફરિયાદ લેવામાં પણ વિલંબ થયો હતો. ત્યારે હાલ તેમને ન્યાય મળે તે હેતુથી આ ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. અમને આંશિક સફળતા પણ મળી ગઈ છે. જોકે પૂર્ણ ન્યાય મળે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે અમે આંદોલન કરી રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો