વૃદ્ધાને મરવા માટે મુકી દીધા PM રૂમ પાસે, રાજકોટ સિવિલની મોટી બેદરકારી
રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ડૉક્ટર

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ડૉક્ટરોએ 70 વર્ષના વૃદ્ધાની સારવાર કરવી ના પડે તે માટે તેમને PM રૂમ પાસે મુકી દીધા હતા. વૃદ્ધાને હોસ્પિટલના જ હેલ્પ ડેસ્કે દાખલ કર્યા હતા.
વૃદ્ધાને ડૉક્ટરોએ જ PM રૂમ પાસે મુકી દીધા
ડૉક્ટરોને ભગવાનનું રૂમ માનવામાં આવે છે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોનું એક એવું રૂપ સામે આવ્યું છે જેમને માનવતા પણ નેવે મુકી દીધી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષના વૃદ્ધા સારવાર માટે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કે જ આ વૃદ્ધાને દાખલ કર્યા હતા.
હેલ્પ ડેસ્ક ફરીવાર દાખલ થયેલા વૃદ્ધાને તપાસવા માટે ગયા તો ત્યાં વૃદ્ધા જોવા મળ્યા નહતા. હેલ્પ ડેસ્કે વધુ તપાસ હાથ ધરતા આ વૃદ્ધ મહિલાને કોઇ PM રૂમ પાસે મુકીને જતું રહ્યું હતું. જોકે, વધુ તપાસ કરતા ડૉક્ટરોએ જ સારવાર ના કરવી પડે તે માટે વૃદ્ધ દર્દીને PM રૂમ પાસે મુકી દીધા હતા.
આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના RMO દ્વારા તપાસ કરવામાં આવતા ડૉક્ટર દ્વારા મહિલાને સ્ટેચરમાં મુકીને લઇ જવાતા CCTV સામે આવ્યા હતા. સમગ્ર મામલે RMO દ્વારા સિવિલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અધીક્ષક દ્વારા આ સમગ્ર મામલે રિપોર્ટ ડીનને સોપવામાં આવ્યો છે.








