મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot AIIMSમાં ફરજ બજાવતો તબીબ નશાની હાલતમાં ઝડપાયો, પોલીસ ફરિયાદ દાખલ

Rajkot News: ગાંધીના દારુબંધી ગુજરાતમાંથી અવારનવાર દારુ તથા દારુડિયાઓ ઝડપાવવાના સમાતાર આવતા હોય છે. પરંતુ રાજકોટમાંથી એક ચો

Rajkot AIIMSમાં ફરજ બજાવતો તબીબ નશાની હાલતમાં ઝડપાયો, પોલીસ ફરિયાદ દાખલ

Rajkot News: ગાંધીના દારુબંધી ગુજરાતમાંથી અવારનવાર દારુ તથા દારુડિયાઓ ઝડપાવવાના સમાતાર આવતા હોય છે. પરંતુ રાજકોટમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક તબીબ પીધેલી હાલતમાં ઝડપાયા હોવાનું સામે આવી રહ્યું છે.

રાજકોટમાં એઈમ્સમાં ફરજ બજાવનારા તબીબ જીગર દેસાણી પીધેલી હાલતમાં ઝડપાયા હોવાની માહિતી મળી રહી છે. રાજકોટમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ 66(1)(B) અંતર્ગત આ મામલે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હેમુગઢવી હોલ પાસે તબીબ જીગર દેસાણી નશાની હાલતમાં ઝડપાયો છે. જીગર દેસાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનો પુત્ર છે.

આ સમાચાર શેર કરો