PATAN : ચાણસ્માના એક ગામમાં દિવ્યાંગ ભુવાએ સગીરા પર 4 વખત દુષ્કર્મ આચર્યું, વીડિયો ઉતારી બ્લેકમેલ કરી
Chanasma Patan News : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના એક ગામમાં દિવ્યાંગ ભુવાએ સગીરા પર દુષ્કર્મ આચરી, કુક

Chanasma Patan News : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના એક ગામમાં દિવ્યાંગ ભુવાએ સગીરા પર દુષ્કર્મ આચરી, કુકર્મનો વીડિયો ઉતારી વારંવાર બ્લેકમેલ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ હવસખોર ભુવાને ઝડપી પાડ્યો છે.
કારમાં સગીરા પર ત્રણથી ચાર વાર કારમાં દુષ્કર્મ આચર્યું
ચાણસ્મા તાલુકાના એક ગામમાં થોડા મહિના પહેલા એક હવન હતો, જેમાં આ મહેસાણા તાલુકાના ઉચરપી ગામનો પગેથી દિવ્યાંગ ભગો ઉર્ફે ભૂવો શંકરભાઈ ચૌધરી આવ્યો હતો. આ હવનમાં ભુવાએ સગીરાને ભોળવી હતી અને ફોસલાવીને કાળા કાચા વળી કારમાં સગીરાને લઇ જઈ તેના પર કારમાં જ દુષ્કર્મ આચર્યું અને વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ સગીરાના માતાપિતાને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણથી ચાર વાર કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું.
ભુવાએ દુષ્કર્મનો વીડિયો વાયરલ કર્યો
આ હવસખોર ભુવાએ સગીરા પર કરેલા દુષ્કર્મનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેની જાણ સગીરાના પિતાને થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા પોલીસે ફરિયાદના આધારે ભુવાને ઝડપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ ભુવાના મંગળવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.








