મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શ્રી કષ્ટભંજન દાદાને 250 કિલો ફુલોનો દિવ્ય શણગાર!

સાળંગપુરધામમાં હનુમાનજીને શણગાર કરવામાં આવ્યો હતો. જેને જોવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હ

શ્રી કષ્ટભંજન દાદાને 250 કિલો ફુલોનો દિવ્ય શણગાર!

સાળંગપુરધામમાં હનુમાનજીને શણગાર કરવામાં આવ્યો હતો. જેને જોવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. લોકો દૂર દૂરથી આ કષ્ટભંજન દેવના દર્શન કરવા આવતા હોય છે.

હનુમાનજીને કરાયો શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 24મી ઓગસ્ટ, રવિવારના રોજ દિવ્ય ફૂલની ડીઝાઈનના વાઘા પહેરાવ્યા છે. સિંહાસને 250 કિલો હજારીગલના ફુલોનો શણગાર કરાયો હતો.

શણગાર આરતી કરાઈ

રવિવારે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ સમાચાર શેર કરો